Tuesday, March 10, 2026

વાંકાનેરના કાછીયાળા ગામ નજીક રોડ પર બાઇકની હડફેટે રાહદારી યુવકનુ મોત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના કાછીયાળા ગામ નજીક રોડ પર બાઇકની હડફેટે રાહદારી યુવકનુ મોત

મોરબી: વાંકાનેર તાલુકાના કાછીયાળા ગામ એવીન કારખાના નજીક રોડ ઉપર બાઈકની હડફેટે રાહદારી યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ બાઈક સવાર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાછીયાળા ગામે રહેતા દેવશીભાઇ મનજીભાઈ માલકીયા એ હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-36-J-4855 ના ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૯-૦૯-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે વાંકાનેરના કાછીયાળા ગામ એવીન કારખાના નજીક રોડ ઉપર આરોપી પોતાના હવાલા વાળુ હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ-36-J- 4855 નુ પુર ઝડપે અને ગફલત ભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેફીકારાઇથી ચલાવી ફરીયાદીના ભાઇ હેમુભાઇ ઉ.વ. ૩૫ વાળા ચાલીને જતા હોય જેને હડફેટે લેતા માંથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ બાઈક ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૨૭૯,૩૦૪(અ) એમ વી એક્ટ-૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,217

TRENDING NOW