રફાળેશ્વરથી નઝર બાગ વચ્ચે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન નીચે આવી જતા યુવકનુ મોત
મોરબી: મોરબીના રફાળેશ્વરથી નઝર બાગ વચ્ચે રેલ્વે કી.મી.૨૨.૯ પાસે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન નીચે આવી જતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી -૨ માં માળિયા વનાળીયા સોસાયટીમાં નઝર બાગ પાસે રહેતા ૨૨ વર્ષીય રામજીભાઈ હીરાભાઈ કુકવા તા ૨૦-૦૯-૨૦૨૨ ના સવારના સાડા નવ થી દશ વાગ્યાની આસપાસ રફાળેશ્વરથી નઝર બાગ રેલ્વે કી.મી.૨૨.૯ પાસે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન નીચે આવી જતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





