માળીયામિંયાણાના વેણાસર ગામના ડામર રોડને લાગ્યુ ભ્રષ્ટાચારનુ ગ્રહણ ૬ મહીનામાં તુટવા લાગ્યો અનેક જગ્યાએ મસમોટા ગાબડા પડ્યા
વેણાસરથી ખાખરેચી ડામર રોડના રીસરફેસીંગ થયેલા રોડના કામમાં ભ્રષ્ટાચાર થયાનો વેણાસર ગામના સરપંચનો આક્ષેપ ૩ વર્ષની નિભાવણી વાળો રોડ ૬ મહીનામાં જ તુટી ગયો મસમોટા ભ્રષ્ટાચારની બુ સરપંચે આ અંગે ધ્યાન દોરતા તાત્કાલિક ગાબડા બુરાયા

માળીયામિંયાણાના વેણાસર ગામ તરફ જતા ખાખરેચી વેણાસર વચ્ચેના ડામર રોડને બનાવ્યાને હજુ ૬ મહીના જેટલો જ સમય વિત્યો છે ત્યા જ રોડમાં મસમોટા ગાબડા પડી તુટી જતા વેણાસર ગામના સરપંચે આ રોડમાં હલકી ગુણવત્તા વાળી કામગીરી થયેલી હોય અને આ ડામર રોડમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે જ્યારથી આ રોડ બનવાનુ શરૂ થયેલ ત્યાંથી ચર્ચામાં રહેલી નબળી કામગીરીએ આજે પોતાનું પોત પોકારી પોપડા ઉખડવા લાગતા મોટાપાયે ભ્રષ્ટાચારના પોપડા ઉખડી વાહન ચાલકોની આંખે વળગતા રાવ ઉઠી છે લાખો રૂપિયાના આંધણ એટલે ચોખ્ખો ભ્રષ્ટચાર જે આ રોડ ઉપર દેખાય આવે છે ખાખરેચી ગામથી વેણાસર જતા ડામર રોડને બન્યાને ૬ મહીના જ વિત્યા ત્યાં તો ડામર રોડમાં મસમોટા ગાબડા પડતા કામગીરી કેવા પ્રકારની થઈ હશે તેનુ ભોપારૂ ૬ માસે જ બહાર આવી ભુંડા ભ્રષ્ટાચારની બુ રીતસરની પસાર થતા વાહન ચાલકોને આવા લાગી છે આ અંગે વેણાસર ગામના સરપંચ અરજણભાઈ હુંબલે આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે આ રોડમાં રીતસરની નબળી કામગીરી કરી મોટાપાયે ભ્રષ્ટાચાર આર્ચાયનો આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ છે ખાખરેચીથી વેણાસર ૮ કીલોમીટર જેટલો ડામર રોડ તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે રિસરફેસીંગ બનાવેલ છે જે રોડના ૬ મહીનામા છોતરા નીકળી જતા ઠેરઠેર મોટા ગાબડા પડી જતા ડામર રોડની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે
