કેસરીદેવ સિંહજીની હાજરીમા હજારો ધર્મ પ્રેમી જનતાએ રામદેવપીરની પ્રસાદનો લાભ લીધો
મોરબી: સમસ્ત કુંભારપરા રામાંમંડળ દ્વારા આયોજીત રામાપીર અગિયારસ નીમીતે જમણવારનું આયોજન કરવામાં આવેલ હતું. આ જમણવારમાં કુંભારપરા ભરવાડપરા, આંબેડકર નગર, આરોગ્ય નગર બધાજ વિસ્તારને સાગમટે પ્રસાદ લેવાનું આમંત્રણ આપવામાં આવેલ હતુ. સમસ્ત કુંભારપરા રામાંમંડળ દ્વારા આયોજીત જમણવારમાં મહારાણા કેશરીદેવ શિંહજીની હાજરીમાં હજારો ધર્મ પ્રેમી જનતાએ પ્રસાદીનો લાભ લીધો હતો. તેમજ બધાજ આયોજકોનો હ્દય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.







