Tuesday, March 10, 2026

બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

મોરબી : મોરબીમાં આજે શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મોરબીની વીસી હાઈસ્કૂલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજયમંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે ચમકેલા કુલ નવ જેટલા શિક્ષકોનું સન્માન કરાયું હતું.

શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સમારોહમાં મોરબી તાલુકા કક્ષામાં મોરબીની નાની વાવડી કુમાર શાળાના શિક્ષક અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયા, મોરબીની થોરાળા પ્રાથમિક શાળાના શિક્ષક સોનલબેન વેગડ, માળીયાની સુલતાનપુર પ્રાથમિક શાળાના શિક્ષક ચેતનકુમાર વનાળીયા, માળીયાની ખીરઇ ગામની શાળાના શિક્ષક દેવજીભાઈ મકવાણા, ટંકારાની સજ્જનપર શાળાના શિક્ષક વિરમગામાં મીનાબેન, ટંકારાની વાછકપર શાળાના શિક્ષક સ્વાતિબેન પુજારા, વાંકાનેરના ગુંદાખડા પ્રાથમીક શાળાના શિક્ષક ઉમેશકુમાર સાગર, જિલ્લા કક્ષામાં મોરબીની બિલિયા પ્રાથમિક શાળાના શિક્ષક ગૌતમભાઈ ગોઘવીયા અને રાજ્ય કક્ષામાં સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ડીડીઓ પી.જે.ભગદેવ, એ.એસ.પી. અતુલકુમાર બંસલ, ડે. કલેકટર ડી.એન ઝાલા, ડીપીઓ નિલેશભાઈ રાણીપા, ડીપીઈઓ ભરતભાઈ વિડજા, તમામ તાલુકાના ટીપીઈઓશ શિક્ષક સંઘના તમામ હોદેદારો સહિતના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,595,254

TRENDING NOW