મોરબી ACB પીઆઇ પ્રવિણદાન ગઢવીનો વિદાય સમારંભ યોજાયો

મોરબી: ચારણ ગઢવી સમાજનુ ગૌરવ અને પોલીસ વિભાગમા નિષ્ઠાવાન અધિકારીની છાપ ધરાવતા મોરબી ACBના પી.આઇ. પ્રવિણદાન કે. ગઢવી (લીલા)નો નિવૃત વિદાય સમારંભ યોજાયો. આ તકે મોરબી રાજકોટ પોલીસ ડિપાટૅમેન્ટના ઉચ્ચ અધિકારીઓ, સ્નેહીજનો, મોરબી ચારણ સમાજનુ સંગઠન ABCGMYના પદાધિકારીઓ, તથા પોલીસ ડિપાટમેન્ટ વિશેષ ઉપસ્થિત રહી. લીલા સાહેબને શુભેચ્છાઓ પાઠવી હતી. 37વર્ષ સર્વિસ દરમિયાન પોતાની ખાખી વર્દી પર એક પણ દાગ લગાડ્યા વિના નિષ્ઠાપુર્વક ફરજ નિભાવી આજ વટભેર યશસ્વીપુર્ણ નિવૃતિની વિદાયવેળાએ લીલા સાહેબ ભાવવિભોર બન્યા હતા. આ ક્ષણને ઉપસ્થિત સૌ સ્નેહીજનો એ હ્દયથી વધાવી હતી. આ પ્રસંગે આ મુઠી ઉચ્ચેરા ચારણને અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબીના અધ્યક્ષ ડૉ.કિશોરદાન ગઢવી, તાલુકા અધ્યક્ષ દિનેશભા ગુઢડા, તથા આઇ.ટી. પ્રભારી વિજયભા રતને ABCGMY તથા મોરબી ચારણ સમાજ વતી લીલા સાહેબનુ શાલ, હરિરસ, મોમેન્ટસ અને પુષ્પગુછ અપર્ણ કરી નિવૃત જીવનની મંગલમય શુભકામનાઓ પાઠવી. સમગ્ર કાયૅક્રમનુ સંચાલન ડૉ.કિશોરદાન ગઢવીએ તથા આભારવિધિ પી.આઈ. સોલંકી સાહેબે કરી હતી.










