મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતી ચાર મહીલા ઝડપાય
મોરબી: મોરબી-૨,ત્રાજપર ખારી રામકુવા નજીક તીનપત્તીનો જુગાર રમતી ચાર મહીલાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી
મળતી માહિતી મુજબ મોરબી-૨,ત્રાજપર ખારી રામકુવા નજીક તીનપત્તીનો જુગાર રમતાં આરોપી જીગ્નાબેન રમેશભાઈ સાતોલા (રહે.મોરબી-૨, ત્રાજપર ખારી,રામજી મંદીર પાસે ), ભાનુબેન અશોકભાઈ સનુરા ( રહે.મોરબી-૨,ત્રાજપર ખારી,રામકુવા પાસે.),મંજુબેન ધીરૂભાઈ રાઠોડ જાતે કોળી ઉ.વ.૪૨ ધંધો-ઘરકામ રહે.મોરબી-૨,ત્રાજપર ખારી રામકુવા પાસે.), મધુબેન રમેશભાઈ ગણેશીયા ( રહે.કાલીકાનગર તા.મોરબી) ને જુગાર રમતા રોકડ રકમ રૂ.૭૪૫૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





