યંગ ઇન્ડિયા ગ્રુપ ની પરંપરા છે કે જન્મદિવસની ઉજવણી કંઈક અલગ રીતે સામાજિક ચેતના જાગૃત કરતી અને સામાજિક નિસ્બત સંબંધી ઉજવણી કરી મનાવવો…. મારા પુત્ર ચિ.મયંક ના જન્મદિવસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ ની પરંપરા અનુસાર જન્મદિવસ ની અનોખી ઉજવણી ના ભાગરૂપે “આપવાનો આનંદ ” કાર્યક્રમ હેઠળ મોરબી શહેર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી તથા પછાત વિસ્તારનાં બાળકોમાં સામાજિક સમરસતા કેળવાય તેવા હેતુથી બાળકો ને ભાવતા પીઝા અને દાબેલી સહિત નું ભાવતા ભોજન કરાવીને તથા જન્મદિવસે ગાય માતા ની સેવા કરી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા મેળવી.. જન્મદિવસ ની ઉજવણી કરી આપવાનો આનંદ મેળવી ચેતન્ય સમા ઈશ્વર એવા બાળ દેવતાઓ ને રાજી કરી મારા પુત્ર ચિ.મયંક માટે આશીર્વાદ મેળવી ધનીયતા પ્રાપ્ત કરવાનો પ્રયાશ કરીયો .. અમારા જેવો જ આનંદ બીજા લોકો પણ પોતાના પ્રિય જનોના જન્મદિન અવસરે અનોખી રીતે આપવાનો આનંદ મેળવે એવી અભિયર્થના સહ જયહિન્દ…







