Monday, June 8, 2026

માળીયામિંયાણાના ખાખરેચી ગામે પાટીદાર અનામત આંદોલનના શહીદવીરોને યુવાનોએ કેન્ડલ પ્રગટાવીને આપી હદયશર્પશી શ્રદ્ધાંજલી

Advertisement
Advertisement
Advertisement

માળીયામિંયાણા

માળીયામિંયાણાના ખાખરેચી ગામે પાટીદાર અનામત આંદોલનના શહીદવીરોને યુવાનોએ કેન્ડલ પ્રગટાવીને આપી હદયશર્પશી શ્રદ્ધાંજલી

ખાખરેચી નકલંક મંદિર ખાતે પાટીદાર શહીદવિરોને શ્રદ્ધાંજલી આપવા યોજાયેલ કાર્યક્રમમાં ખાખરેચી અને રોહીશાળા ગામના યુવાનોએ બે મીનીટનુ મૌન રાખીને કેન્ડલ પ્રગટાવી આપી શ્રદ્ધાંજલી

માળીયામિંયાણાના ખાખરેચી ગામે આવેલા નકલંક મંદિર ખાતે તા.૨૬ ઓગષ્ટ ૨૦૧૫ના રોજ પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા શહીદવિરોને શ્રદ્ધાંજલી આપતો કાર્યક્રમ યોજાયો હતો જેમા ખાખરેચી અને રોહીશાળા ગામના બહોળી સંખ્યામાં યુવાનોએ નકલંક મંદિર ખાતે બે મીનીટનુ મૌન રાખીને સમાજની લડત માટે શહીદ થયેલા પાટીદાર યુવાનોને કેન્ડલ પ્રગટાવી હદયશર્પશી શ્રદ્ધાંજલી અપાઈ હતી ૨૦૧૫ના વર્ષમાં પાટીદાર અનામત આંદોલન માટે શરૂ થયેલા આંદોલનમાં સમાજની લડત માટે ૨૬ ઓગષ્ટને ૨૦૧૫ના દિવસે પાટીદાર સમાજના ૧૪ જેટલા પાટીદાર વિરો શહીદ થઈ જતા આ ગોજારા દિવસને પાટીદાર સમાજ ઈતિહાસમાં કદી ભુલી નહી શકે તેમ ૨૬ ઓગષ્ટના રોજ પાટીદાર સમાજ પાટીદાર ક્રાંતિ દિવસ તરીકે ઉજવીને આજના દિવસે સમાજની લડત માટે શહીદ થયેલા પાટીદાર પરીવારના યુવાનો કે જેને સમાજની લડત માટે પોતાના જીવ ગુમાવ્યા તેવા શહીદવિરોને આજે ૭ વર્ષ પુર્ણ થયા છે જેને પાટીદાર સમાજ ૨૬ ઓગષ્ટ પાટીદાર શહીદ દિવસ તરીકે ઉજવી શહીદોને શ્રદ્ધાંજલી આપે છે ત્યારે ખાખરેચી ગામે આજના દિવસે શહીદ થયેલા તમામ શહીદ પાટીદાર યુવાનોની દિવ્ય આત્માઓને પરમાત્મા શાંતિ અર્પે એજ પ્રાર્થના સાથે બે મીનીટનુ મૌન ધારણ કરીને કેન્ડલ પ્રગટાવીને હદયશર્પશી શ્રદ્ધાંજલી અપાઈ હતી જેમા ખાખરેચી ગામના મહેશભાઈ પારજીયા અશોક બાપોદરીયા પ્રકાશ ઉનાલીયા પ્રદીપ જસાપરા તેમજ રોહીશાળા ગામના સંદીપભાઈ કાલરીયા ત્રિભોવનભાઈ કાલરીયા સહીત ગામના બહોળી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા

Related Articles

Total Website visit

1,607,847

TRENDING NOW