Sunday, June 7, 2026

મોરબી-માળીયામાં છરી સાથે બે ઈસમ પકડાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી-માળીયામાં છરી સાથે બે ઈસમ પકડાયા

મોરબી અને માળિયામાં જુદી જુદી જગ્યાએથી છરી સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના ગાંધીચોક પાસે સીવીલ હોસ્પિટલ નજીક આરોપી સિકંદરભાઈ અમરૂદીનભાઈ કટીયા (ઉ.વ.૩૦. રહે વીશીપરા કુલીનગર -૨)ની તાલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા પોલીસે પકડી પાડયો હતો. જ્યારે અન્ય એક ઈસમને માળિયા પોલીસે માળિયા (મિ) ત્રણ રસ્તા પાસે આરોપી તાજમામદ રહેમાનભાઈ ભટ્ટી (ઉ.વ. ૪૫ રહે. માળીયા કોળીવાસ) ની પુછતાછ કરી તલાશી લેતાં તેમની પાસેથી છરી મળી આવતા માળિયા (મી) પોલીસે પકડી પાડયો હતો.

બંને આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,826

TRENDING NOW