Saturday, June 6, 2026

એડવોકેટ મેહુલ બોઘરા ઉપર હુમલાના વિરોધમાં મોરબીના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યાં

Advertisement
Advertisement
Advertisement

એડવોકેટ મેહુલ બોઘરા ઉપર હુમલાના વિરોધમાં મોરબીના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યાં

મોરબી : સુરતના એડવોકેટ મેહુલ બોઘરા ઉપર થયેલા હુમલાના વિરોધમાં આજે મોરબીના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યાં હતા.

સુરતમાં ગત તા.૧૮ ઓગષ્ટના રોજ સુરતના એડવોકેટ મેહુલ બોધરા ઉપર ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના કારણે ઇજા થતા મેહુલ બોઘરાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેમજ આ સાથે સાજન ભરવાડની સામે મારામારીનો ગુનો નોંધી તેની ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. બીજી તરફ વકીલની ઉપર થયેલા હુમલાને લઇને મોરબી જિલ્લા વકીલ મંડળમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે મોરબીના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યાં હતા. પરંતુ કોર્ટની કામગીરી યથાવત રહી છે. પરંતુ મોરબી બાર એસોશિએસન પ્રમુખ એડવોકેટ જીતુભા જાડેજાએ દ્વારા ગઇકાલે કરવામાં આવેલ ઠરાવ મુજબ આજે સુરતના એડવોકેટ મેહુલભાઈ બોઘરા ઉપર થયેલા હુમલાના વિરોધમાં મોરબીના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યાં હતાં.

Related Articles

Total Website visit

1,607,760

TRENDING NOW