Tuesday, March 17, 2026

ડૉ ગુલાબચંદ પટેલ નો હિન્દી કાવ્ય સંગ્રહ “આષાઢ કે બાદલ” થયો પ્રકાશિત :

Advertisement
Advertisement
Advertisement

ડૉ ગુલાબચંદ પટેલ નો હિન્દી કાવ્ય સંગ્રહ “આષાઢ કે બાદલ” થયો પ્રકાશિત :

સુપ્રસિધ્ધ હિન્દી ગુજરાતી કવિ લેખક અને અનુવાદક, સામાજિક કાર્યકર, સાહિત્ય કાર પત્રકાર અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર, ઇંડિયન લાયન્સ ગાંધી નગર સ્વર્ણિમ કલબ ના ઉપ પ્રમુખ ડૉ ગુલાબચંદ પટેલ નો હિન્દી કાવ્ય સંગ્રહ “આષાઢ કે બાદલ “પુસ્તક રૂપે પ્રકાશિત થયો છે.
આ કાવ્ય સંગ્રહ માં કુલ મળીને ૯૭ રચનાઓ છે. આ પુસ્તક ઝારખંડ થી સાહિત્ય ધરા અકાંદામી ના સહયોગ નોસન પ્રેસ સિંગાપોર મલેશિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં કુલ ૨૧૧ પાન છે. પુસ્તક ની સમીક્ષા શ્રી વિનિત કુમાર ‘અસર’, લેખક તથા ગઝલ કાર અમદાવાદ તથા પ્રોફેસર ડૉ ઉર્મિલા પોરવાલ શિક્ષણકાર એવંમ સાહિત્યકાર બેંગલોર દ્વારા કરવામાં આવી છે.
ડૉ પટેલ ને સાહિત્ય માં ૪૦૦ થી વધુ અને સામાજિક કાર્યકર તરીકે એકસો થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન એવંમ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. તેઓનું હિન્દી ભાષા માં આ સાતમું પુસ્તક પ્રકાશિત થયું છે. ગુજરાતી ભાષામાં પણ આ સાતમુ પુસ્તક પ્રકાશિત થયું છે. આ પુસ્તક માટે આદરણીય મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલ સાહેબ દ્વારા શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે.
ડૉ પટેલ ને તાજેતર માં “વૈશ્વિક પરિપ્રેક્ષ્ય મેં ગાંધીજી ઔર અન્ય શોધ પુસ્તક ને હરિયાણા થી સ્પર્ધા મા બીજા ક્રમે પસંદ થતાં રૂપિયા પંદર સો નો ચેક ટ્રોફી અને સન્માન કુરીયર દ્વારા પ્રાપ્ત થયેલ છે. તેઓને ખંભોળજ સાહિત્ય સંસ્થા આણંદ ના અધ્યક્ષ શ્રી શૈલેષ વાણિયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

ડૉ ગુલાબચંદ પટેલ
અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર Mo 8849794377

Related Articles

Total Website visit

1,598,004

TRENDING NOW