એક દિવસની દેશભક્તિ ???આપણો રાષ્ટ્રીય પર્વ આવી રહ્યો છે .આપણે આઝાદીના 75 મુ વર્ષ ઉજવી રહ્યા છીએ, પરંતુ આ પર્વ પર જ આપણી દેશભક્તિ આપણે દેખાડીએ છીએ. શું આપણી દેશભક્તિ માત્ર એક દિવસની જ છે? સોશિયલ મીડિયામાં સ્ટોરી કે સ્ટેટસ મૂકીએ અથવા ડીપી ચેન્જ કરીએ કે કે ધ્વજ ફરકાવી આજના યુવાનો દેશભક્તિ દેખાડે છે .માત્ર પોતે દેશભક્ત છે એ દેખાડો કરવા માટે. જ્યારે દેશને જરૂર હોય છે ત્યારે રિલ્સમાં વિડીયો બનાવવામાં વ્યસ્ત રહેતા હોય છે .સાચી દેશભક્તિ તો એ લોકોને કે જેઓએ આઝાદી માટે પોતાની જાન કુરબાન કરી અને આજે પણ આપણા સૈનિકો આપણી રક્ષા માટે પોતાના જીવનનું *બલિદાન આપી રહ્યા છે. હા ,હું એમ પણ નથી કહેવા માગતી કે તમે સોશિયલ મીડિયામાં કોઈ સ્ટોરી કે સ્ટેટસ ન મૂકો અથવા તમે પણ ફેમિલી મૂકી લડત કરવા નીકળી જાઓ . પરંતુ *અંધ* *ભક્ત* ન *બનો* *સાચા* *દેશભક્ત* બનો ધર્મના નામે ન લડો ,પરંતુ સાથે મળીને આગળ આવો અને દેશના અર્થતંત્રને મજબૂત બનાવો. ખોટી ફિલોસોફીકલ વાતો કરવા કરતા ,વાસ્તવિકતા ને ઓળખી અમલ કરો .થોડાક પૈસા માટે પોતાના દેશના માન સન્માનને* વહેંચી દેશને નુકસાન પહોંચાડવું કેટલું વ્યાજબી છે? દેશ દાજ ન રાખી શકો તો કંઈ નહીં ,પરંતુ દેશ પ્રત્યે નફરત ન રાખીએ .બીજા દેશના વખાણ કરો, પરંતુ સાથે આપણા દેશમાં તો ચાલશે એવું વલણ રાખી નિયમનો ભંગ ન કરો. ધર્મમાં માનો, પરંતુ દેશ પ્રેમ અને દેશને પહેલા મહત્વ આપો .તેને અગ્રતા ક્રમ પર રાખો .જે આપણી સંસ્કૃતિ છે "વિવિધતામાં એકતા" તેને અનુસરો નહીં કે ,"ભાગલા પાડવાની નીતિનો ભોગ બનો "પોતે જે કુળમાં છે તેનો ગૌરવ લઈએ ,પરંતુ પોતે જે દેશના નાગરિક છે તેનો ઘમંડ અને ગર્વ કરીએ .દેશભક્તિ દેખાડવા કરતા અમલમાં મુકવાનો પ્રયત્ન કરી. "આજે આપણે સાથે મળીને એવી પ્રતિજ્ઞા કરીએ કે મારા દેશ માટે અને તેની પ્રગતિ માટે હું સદાય તત્પર રહીશ .હું દેશમાં રહીને જ દેશનું રક્ષણ કરીશ અને એક સારો નાગરિક બનીશ એક નીતિમત્તા કેળવીશ"
લેખિકા- મિતલ બગથરીયા
જય હિન્દ જય ભારત





