Sunday, June 21, 2026

લાઈફ” સંસ્થા દ્વારા ખરેડા ગામમાં 106 મી શાળાનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કરાયો

Advertisement
Advertisement
Advertisement

લાઈફ” સંસ્થા દ્વારા ખરેડા ગામમાં 106 મી શાળાનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કરાયો

વિશ્વ ના ભિન્ન ભિન્ન દેશો માં રહેતા ગુજરાતી વતન પ્રેમ અને દેશપ્રેમ ની જ્યોત દાન ની અવિરત સરવાણી વહાવી ને વ્યક્ત કરતા હોય છે. એમાંય શૈક્ષણિક સંકુલ માટે નું દાન એટલે ભવિષ્ય ના ભારત ને ઘડવાની આધારશીલા રાખવી. આવું જ ઉદાત્ત કાર્ય “લાઈફ” સંસ્થા અવિરત કરતી રહી છે જે કાર્ય માં આજે તારીખ 23/7/2022 ખરેડા ગામમાં લાઈફ સંસ્થા ના દાતાશ્રીઓના આર્થિક સહયોગથી ખરેડા તાલુકા શાળાના કાર્યક્રમનું શિલાન્યાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં મોરબી જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભરતભાઈ વિડજા સાહેબ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી દિનેશભાઇ ગરચર સાહેબ, બીઆરસી કોઓર્ડીનેટર શ્રી ચિરાગભાઈ આદ્રોજા, બીટ કેની શ્રી ભોજાણી સાહેબ તેમજ સરપંચ શ્રી શૈલેષભાઈ ગોસ્વામી ઉપસરપંચ શ્રી વાસુદેવભાઈ ચાડમિયા તેમજ ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિ રહી. આ પ્રસંગે ડી.પી.ઈ.ઓ શ્રી વિડજા સાહેબે લાઈફ સંસ્થા નો આભાર પ્રકટ કરતા એ વાત ની પણ નોંધ લીધી કે મોરબી જિલ્લામાં સંસ્થા દ્વારા આ 27 મી શાળા ના નિર્માણકાર્ય શરૂ થયું છે.જે બદલ શિક્ષણ વિભાગ ના વડા તરીકે તેમણે સંસ્થા ના કાર્ય ને બિરદાવ્યું.
આ સમગ્ર કાર્યક્રમ
પ્રોજેક્ટ લાઇફ ના શશીકાંતભાઈ તથા પ્રતિનિધિઓના સહયોગથી ઉજવવામાં આવ્યો. આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના 12 વર્ગખંડ ઓફિસ અને કન્યા તથા કુમાર માટે અલગ સેનિટેશનની સુવિધા હશે આ ઉપરાંત શાળાના વર્ગખંડોને ડિજિટલ ટેકનોલોજીથી જોડવામાં આવશે સ્માર્ટ બોર્ડ, ટેબ્લેટ પણ પુરા પાડવામાં આવશે. અત્રે એ પણ નોંધનીય છે કે પ્રોજેક્ટ લાઈફના 2001 ના સંકલ્પ અનુસાર 108 પૈકીની આ ખરેડા ગામમાં 106 મી શાળાનો આજરોજ વર્ચ્યુઅલ શિલાન્યાસ કરવામાં આવ્યો.

Related Articles

Total Website visit

1,608,923

TRENDING NOW