Monday, June 22, 2026

જિલ્લાના ટુ & ફોર વ્હીલર વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

Advertisement
Advertisement
Advertisement

અરજદારે www.parivahan.gov.in પર તા. ૨૯ થી ૩૧ જુલાઈ સુધી અરજી કરવી

મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE અને ફોર વ્હીલર વાહનો માટે GJ36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રિયા તા.૨૯/૦૭/૨૦૨૨ થી શરૂ થનાર છે. તા.૨૯/૦૭/૨૦૨૨ થી તા.૩૧/૦૭/૨૦૨૨ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૩૧/૦૭/૨૦૨૨ થી તા.૦૨/૦૮/૨૦૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા. ૦૨/૦૮/૨૦૨૨ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) મા એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,608,999

TRENDING NOW