Friday, March 20, 2026

ધમલપુર ગામેથી પત્તા રમતી ટુકડી પર પોલીસ ત્રાટકી

Advertisement
Advertisement
Advertisement

ધમલપુર ગામેથી પત્તા રમતી ટુકડી પર પોલીસ ત્રાટકી

વાંકાનેર સિટી પોલીસ દ્વારા વાંકાનેરના ધમલપુર ગામેથી જુગાર રમતા દસ જેટલા ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે ત્યારે તમામ વિરૂદ્ધ જુગારધારા કાયદા અંતર્ગત ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે વાંકાનેરના ધમલપુર ગામે આવેલ ગેલ માતાજીના મંદિરના મઢ નજીક આવેલ પટમા સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક ઇસમો જાહેરમાં જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા હકીકત વાળી જગ્યા પર રેઇડ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ પરથી જુગાર રમતી ટુકડી મળી આવી હતી. ત્યારે પોલીસ દ્વારા તેમની પુછ પરછ કરતા તેઓ
(૧) સંજયભાઈ બાવરવા
(૨) દલસુખભાઈ દેત્રોજા
(૩) દીપકભાઈ અબાસણીયા
(૪) અજયભાઈ બાવરવા
(૫) રણછોડભાઈ બાવરવા
(૬) હિતેશભાઈ બાવરવા
(૭) રાજેશભાઈ બાવરવા
(૮) નવઘણભાઈ અબાસણીયા
(૯) જયદીપભાઇ ધામેચા
(૧૦) રાયસીંગભાઈ બાવરવા રહે તમામ ધમલપુર વાળા મળી આવ્યા હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત પોલીસ દ્વારા પકડાયેલ ઇસમો પાસેથી ૧૦,૮૦૦/- ની રોકડ રકમ કબ્જે કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ તમામની અટકાયત કરી જુગારધારા કલમ ૧૨ અંતર્ગત ગુન્હો નોંધી કાયૅવાહી કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,598,114

TRENDING NOW