
શહીદ જવાનના પરિવાર પાસેથી પુત્રના શહાદતની વાત સાંભળી મારુ હૃદય દ્રવી ઉઠ્યું
પંજાબના આતંકી હુમલામાં શહીદ થયેલા પરિવારને સહાય અર્પણ કરતા મોરબીના યુવાન અજય લોરીયા

હજી તો 15 દિવસના પુત્રનું મોઢું પણ ના જોયું ને યુવાન દેશની રક્ષા માટે શહીદ થઈ ગયો
મોરબી : દેશના શહીદ થયેલા પરીવારજનોને રૂબરૂ સહાય આપવા ગયેલા મોરબીના દેશભક્ત અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા એ જ્યારે જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા પંજાબના બટાલા તાલુકાના ચઠા ગામના મનદીપસિંહના પરિવારને રૂબરૂ સહાય આપવા ગયા ત્યારે આ પરિવારની આપવીતી સાંભળી મારા( અજય લોરીયા) આંખમાં આંસુ આવી ગયા.

એક બાળક કે જેને ધરતી પર પગ મુક્યાને માંડ 15 દિવસ થયા છે અને હજી એને એના પિતાનું મોઢું પણ નથી જોયું અને કોઈ પણ બાપ ગમે તે જગ્યાએ નોકરીએ હોય પણ જ્યારે તેના ઘરે પુત્ર કે પુત્રી અવતરે ત્યારે તેનો ભોળો ચહેરો જોવાની એની સાથે રમવાની અને એની સાથે વાતું કરવાની ઈચ્છા હોય અને ગમે તેવું કામ મૂકી ને તે તેની પાસે દોડી આવે ત્યારે દુઃખની વાત તો એ છે કે પિતા મનદીપસિંહે 15 દિવસના પુત્રનું મોઢુ પણ નહોતું જોયું અને બીજો પુત્ર પણ હજી પપ્પા સાથે રમવા માટે તડપડતો હોય ત્યારે જ એ યુવાન શહીદ થાય ત્યારે ભલભલા કઠણ કાળજાના માનવીનું હૃદય દ્રવી ઉઠે ત્યારે આ આપવીતી સાંભળી મારી પાસે બોલવા કોઈ શબ્દ જ ન રહ્યા, હું કેવી રીતે એને સાંત્વના આપું એ જ સમજાયું નહીં.

આજે આવા દેશભક્ત પરિવારને મળી તેમને 1,25,000 ની સહાય અર્પણ કરી હું ધન્ય થયો.. મારી આ સહાય તો એને શહાદત સામે ફૂટી કોડીની પણ નથી.. પ્રભુ એના પરિવારને હેમખેમ રાખે. અબે કોઈ પરિવારને આવા દિવસો ના બતાવે એવી દિલથી પ્રાર્થના 🇮🇳🚩🇮🇳ભારત માતા કી જય 🇮🇳🚩🇮🇳





