Monday, June 8, 2026

મોરબી તાલુકા પોલીસ દ્વારા પીપળી ગામના પાટિયા નજીકથી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે મોરબીના જેતપર હાઇવે પર આવેલ પીપળી ગામના પાટિયા નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે રેઇડ કરતા પીપળી ગામના પાટિયા નજીક થી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.ત્યારે પોલીસ દ્વારા આરોપી
(૧) રાહુલ જેરામભાઇ મકવાણા
(૨) ઓમપ્રકાશ વિશ્વનાથસીંગ ચૌહાણ ની અટકાયત કરવામાં આવી છે
ઉપરાંત સ્થળ પરથી પોલીસ દ્વારા ભારતીય બનાવટની વિદેશી ઇગ્લીશ દારૂની મેકડોલ નંબર-૧ કલેકશન વિસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન ચંદીગઢ ઓનલી લખેલ ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૩૩ તથા ભારતીય બનાવટની વિદેશી ઇગ્લીશ દારૂની ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વિસ્કીની ઓરીજનલ ફોર સેલ ઇન યુ.ટી ચંદીગઢ ઓનલી લખેલ ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૧૭ તથા ભારતીય બનાવટની વિદેશી ઇગ્લીશ દારૂના મેકડોલ નંબર-૧ કલેકશન વિસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન યુ.ટી ચંદીગઢ ઓનલી લખેલ ૧૮૦ મી.લી.ની કાચની કંપની શીલપેક ચપલા બોટલ નંગ-૩૮ ની કુલ કિમત રૂપિયા ૨૬,૩૭૫/- તથા મો.સા રજી નંબર- GJ-36-AB-8938 વાળુ કિમત રૂપિયા ૨૫,૦૦૦/ એમ મળી કુલ કિમત રૂપિયા ૫૧,૩૭૫/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

Related Articles

Total Website visit

1,607,873

TRENDING NOW