વાંકાનેર :- અમરસર ગ્રામ પંચાયત પાસે જુગાર રમતી ટુકડી પર પોલીસ ત્રાટકી.
વાંકાનેર સિટી પોલીસ દ્વારા અમરસર ગામે જાહેરમાં જુગાર રમતી ટુકડીને પકડી પાડવામાં આવી છે. પંચાયત પાસે જુગાર રમતી ટુકડી પર પોલીસ ત્રાટકી હતી. ત્યારે પોલીસ દ્વારા પત્તા પ્રેમીઓની અટકાયત કરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે વાંકાનેર તાલુકા અમરસર ગામે અમુક ઇસમો પંચાયત પાસે જાહેરમાં જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા ત્યાં રેઇડ કરવામાં આવી હતી. હકીકત વાળી જગ્યા પર રેઇડ દરમિયાન અમુક ઇસમો જાહેરમાં જુગાર રમતા પકડાયા હતા ત્યારે તેમના નામઠામ પૂછતા તેઓ
(૧) તકદીર હુસેનભાઇ બ્લોચ (ઉ.વ.૨૮)
(૨) શેખરભાઈ સલીમભાઈ શાહમદાર (ઉ.વ.૨૯)
(૩) રફિકભાઈ મુરાદભાઈ બ્લોચ (ઉ.વ.૩૮)
(૪) એજાજભાઈ જાવિદભાઈ સોહરવદી (ઉ.વ.૨૨)
(૫) રસૂલભાઈ હાજીભાઈ શાહમદાર (ઉ.વ.૩૧)
(૬) રમજુભાઈ હાજીભાઈ શાહમદાર(ઉ.વ.૩૦)
(૭) સિકંદરભાઈ મુરાદભાઈ બ્લોચ(ઉ.વ.૩૯)
(૮) હનીફભાઇ ઉસ્માનભાઈ બ્લોચ(ઉ.વ.૪૯)
મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત તેમની પાસે થી ૨૧,૮૦૦/- ની રોકડ રકમ કબજે કરવામાં આવી છે. જુગારધારા કલમ -૧૨ હેઠળ ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.