Saturday, May 3, 2025

હળવદના માનસર નજીક અકસ્માત, ટ્રકએ બાઇકને હડફેટે લેતા એકનું મોત

Advertisement
Advertisement
Advertisement

હળવદના માનસર નજીક અકસ્માત, ટ્રકએ બાઇકને હડફેટે લેતા એકનું મોત

હળવદથી માનસર ગામે ફેબ્રિકેશનનું કામ કરવા બાઈક ઉપર જઈ રહેલ ત્રણ યુવાનોને ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારતા એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવાનોને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા.આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અકસ્માતના આ બનાવ અંગે હળવદ સીધ્ધી વિનાયક ટાઉનશીપમાં રહેતાબમહેશભાઇ ત્રીભોવનભાઇ ચાવડાએ હળવદ પોલીસ મથકમાં ટ્રક નંબર જીજે -27-6112ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે સવારે તેમનો ભાઈ રાજેશ ફેબ્રિકેશનનું કામ કરવા કારીગર મનોજભાઇ તથા અલ્પેશભાઇને લઈને બાઈક ઉપર જતા હતા ત્યારે ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારતા રાજેશભાઇ અને મનોજભાઈને ઇજાઓ પહોંચી હતી જ્યારે અલ્પેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે હળવદ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,502,723

TRENDING NOW