ભારતના સ્વાધીનતા સંગ્રામમાં શિક્ષણના પ્રદાન અંગે મોરબીમાં સેમીનાર યોજાશે
મોરબી : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબીના બૌદ્ધિક વિભાગ દ્વારા દર મહિનાના છેલ્લા ગુરુવારે અધ્યયન મંડળના નામથી પ્રયત્ન ચાલી રહ્યો છે જે અંતર્ગત આગામી 30 મી જૂનને ગુરુવારે રાત્રે ભારતીય સ્વાધીનતા સંગ્રામમાં શિક્ષણ જગતના પ્રદાન અંગે અધ્યયન અને ચર્ચા થશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બૌદ્ધિક વિભાગ દ્વારા રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી સમાજજીવનને સ્પર્શતા વિવિધ વિષયોના બહુઆયામી અભ્યાસ માટે અધ્યયનશીલ લોકોને એકત્રિત કરીને જે તે વિષયોના અધ્યયન, અનુસંધાન તથા સાહિત્યનિર્માણ માટે દર મહિનાના છેલ્લા ગુરુવારે અધ્યયન મંડળના નામથી પ્રયત્ન ચાલી રહ્યો છે જે અંતર્ગત આગામી તા. 30 જૂનને ગુરુવારના રોજ રાત્રે 9:15 થી 10:15 કલાકે મોરબીના શનાળા રોડ પર સરદાર બાગ સામે આવેલ OMVVIM કોલેજ ખાતે ‘ભારતીય સ્વાધીનતા સંગ્રામમાં શિક્ષણ જગતનું પ્રદાન’ વિષય પર અધ્યયન મંડળ યોજાશે જેમાં ડો. જયેશભાઈ પનારા વક્તવ્ય આપશે જેથી આ બેઠકમાં વિષય અનુરૂપ માનસિક તૈયારી સાથે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.