Saturday, May 3, 2025

માળીયામિંયાણાના ખીરઈ તાલુકા શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શાનદાર ઊજવણી કરાઈ

Advertisement
Advertisement
Advertisement

માળીયામિંયાણા
તા.૨૫ જુન ૨૦૨૨

માળીયામિંયાણાના ખીરઈ તાલુકા શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શાનદાર ઊજવણી કરાઈ

ખીરઈ તાલુકા શાળા ખાતે ખીરઈ પંચવટી રાખોડીયા વાંઢ સહીતની શાળાઓના સંયુકત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો બાળકોને સ્કુલ બેગ સહીતની ભેટ આપી પ્રથમ દ્વિતિય ક્રમે આવનાર વિધાર્થીઓને ઈનામ આપીને સન્માનિત કરાયા

માળીયામિંયાણાના ખીરઈ પ્રાથમીક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શાનદાર ઊજવણી કરાઈ હતી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દરેક બાળકોને સારૂ શિક્ષણ મળે બાળકો ભણતરમાં શ્રેષ્ટ દેખાવ કરે તેવો પ્રાથમીક લક્ષ્ય સાથે ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઊજવણીનુ આયોજન કરેલ છે જેમા માળીયા તાલુકાના ખીરઈ ગામે તાલુકા શાળામાં ખીરઈ પંચવટી રાખોડીયા વાંઢના સંયુકત ઉપક્રમે ખીરઈ ખાતે વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રક્રિયા માટેના ૧૭માં શાળા પ્રવશોત્સવની શાનદાર ઊજવણી મુખ્ય મહેમાન વિશાલ દેત્રોજાની પ્રેરક ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય કરીને શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ખીરઈ તાલુકા શાળાની બાળકીઓએ મનુષ્ય તુ બડા મહાન હૈ અભિનય ગીત રજુ કર્યું હતું તેમજ આંગણવાડીના બાળકોને કીટ અને ધોરણ ૧ના વિધાર્થીઓને સ્કુલ બેગ આપી પ્રવેશ આપ્યો હતો તથા ઉપસ્થિત મહેમાનો સમક્ષ શાળાના ઉત્સાહી વિધાર્થીઓએ અલગ અલગ વિષય પર વક્તવ્ય રજુ કરી ધોરણ ૩ થી ૮ના વિધાર્થીઓ પ્રથમ નંબરે પાસ થયેલ હોય તેવા વિધાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહીત કરાયા હતા તેમજ કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત સાથે પ્રવચન આપી શાળાના શિક્ષક દેવજીભાઈ મકવાણાએ આભાર વ્યક્ત કર્યો હતો આમ ખીરઈ ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની વૃક્ષારોપણ સહીતના કાર્યક્રમ યોજી શાનદાર ઊજવણી કરી હતી જેમા ખાસ ઉપસ્થિત રહેલા વિશાલ દેત્રોજા નાનીબરાર સીઆરસી હરેશ ડોડીયા ખીરઈ સીઆરસી વાજા લાલજીભાઈ અને હરદેવભાઈ કાનગડ સહીતના મહેમાનો સાથે મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ સાથે ગ્રામજનો હાજર રહ્યા હતા સમ્રગ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકગણે સારી એવી જહેમત ઉઠાવી હતી

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW