Friday, May 2, 2025

દોઢીયા અને ટ્રેડીશનલ ગરબા રમવા હોય તો ખેલૈયાઓ થઈ જાવ તૈયાર: 5 જુલાઈથી મોરબીમાં અભય ગરબા ક્લાસ શરૂ

Advertisement
Advertisement
Advertisement

દોઢીયા અને ટ્રેડીશનલ ગરબા રમવા હોય તો ખેલૈયાઓ થઈ જાવ તૈયાર: 5 જુલાઈથી મોરબીમાં અભય ગરબા ક્લાસ શરૂ

(અહેવાલ: જયેશ બોખાણી દ્વારા)

મોરબી: ગુજરાતીઓનો મનપંસદ તહેવાર એટલે નવરાત્રિ, અને ગરબે ધુમતા ખેલૈયાઓ દર વખતે નવા નવા સ્ટેપ સાથે ગરબા રમી નવરાત્રિનો આનંદ માણતા હોય છે. ત્યારે મોરબીમાં પણ ખેલૈયા માટે સુરત નવસારીનાં દોઢીયા અને મોરબીના ટ્રેડીશનલ ગરબા શીખવા માટે 5 જુલાઈથી અભય ગરબા ક્લાસનો શુભારંભ થવા જય રહ્યો છે.

જેમાં મૂળ મોરબીના અને હાલ સુરતની ગરબા ક્વીન પૂજા ગોંડલીયા પોતાના મોરબી શહેરના ગરબા પ્રેમીઓ માટે સ્પેશિયલ એક મહીના સુધીનો સમય કાઢીને મોરબીના ગરબાપ્રેમી લોકોને સુરત-નવસારીના પ્રખ્યાત દોઢીયા અને મોરબીના ટ્રેડીશનલ ગરબા શીખવાડવા માટે આગામી 5 જુલાઈના રોજ મોરબી આવી રહી છે. અને મોરબીના ગરબા પ્રેમીઓ માટે અભય ગરબા ક્લાસ શરૂ કરવામાં આવશે. ગરબાપ્રેમીઓને ગરબાનો ટાઈમ મો.94090 16121 પર બુક કરવાનો રહેશે.

Related Articles

Total Website visit

1,502,694

TRENDING NOW