Thursday, May 1, 2025

માળીયાની વેજલપર પ્રાથમીક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી

Advertisement
Advertisement
Advertisement

માળિયાની વેજલપર ગામે પ્રાથમીક શાળા ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાળકોને પ્રવેશ આપી અભ્યાસ કરતા બાળકોને પેન બુક આપીને પ્રોત્સાહિત કરાયા હતા અને પ્રથમ દ્વિતિય ક્રમે આવનાર વિધાર્થીઓને સન્માનિત કરાયા હતા તેમજ શાળામાં વૃક્ષારોપણ કરીને શિક્ષકગણ દ્વારા સુંદર આયોજન કરાયુ હતું.

માળીયામિંયાણાના વેજલપર પ્રાથમીક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શાનદાર ઊજવણી કરાઈ હતી રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના દરેક બાળકોને સારૂ શિક્ષણ મળે બાળકો ભણતરમાં શ્રેષ્ટ દેખાવ કરે તેવો પ્રાથમીક લક્ષ્ય છે જેથી આજથી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઊજવણીનુ આયોજન કરેલ છે જેમા ગુજરાત ભરમાં ૧૮,૦૦૦ જેટલા ગામડાઓની ૩૨,૦૧૩ સરકારી શાળાઓમાં પ્રવેશ પ્રક્રીયા માટે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે માળીયા તાલુકાના વેજલપર ગામની પ્રાથમીક શાળામાં વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રક્રિયા માટેના ૧૭માં શાળા પ્રવશોત્સવની શાનદાર ઊજવણી જિલ્લા રજીસ્ટર પંડયા અને સરપંચ હરેશ કૈલા દ્વારા દિપ પ્રાગટય કરીને શરૂઆત કરવામાં આવી હતી કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ આ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં ઠેરઠેર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે ત્યારે માળીયા તાલુકાના વેજલપર ગામે આજરોજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા મોરબી દ્વારા વેજલપર પ્રાથમીક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨ માટે વિદ્યાર્થીઓને પ્રથમ દિવસે પ્રવેશ આપીને શાળાના તેજસ્વી વિધાર્થીઓ અભ્યાસમાં પ્રથમ દ્વિતિય ક્રમે પાસ થયેલા વિધાર્થીઓને પેન બુક આપીને પ્રોત્સાહિત કરાયા હતા તેમજ ભુલકાઓને નોટબુક સહિતની શૈક્ષણીક કીટ આપી ઉત્સાહ વધાર્યો હતો જેમા મોટી સંખ્યામાં બાળકોની હાજરી સાથે વાલીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા તેમજ પધારેલા મહેમાનોનુ પણ સ્વાગત કરાયુ હતુ આ તકે મોરબી જિલ્લા રજીસ્ટર કચેરીના અધિકારી રિલેસ વસંતરાય પંડયા માળીયા તાલુકા ભાજપ મહામંત્રી અરજણભાઈ હુંબલ માળીયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ સવજીભાઈ કારોરીયા વેજલપર ગ્રામ પંચાયત સરપંચ હરેશભાઈ કૈલા અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સમ્રગ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષણગણ અશોકભાઈ પટેલ સ્મિતાબેન પુનમબેન અને પ્રિન્સીપાલ સ્વેતાબેન સહીતના શિક્ષકગણે સારી એવી જહેમત ઉઠાવી હતી.

Related Articles

Total Website visit

1,502,619

TRENDING NOW