મોરબી : ‘તારે જરૂર છે ટેકાની, મારે જરૂર છે કેસની તો ચાલને પથારી ફેરવીએ દેશની !’ આ સૂત્ર મોરબીનું નેતૃત્વ જેના સિરે છે અને પ્રજાના પ્રશ્નો હલ કરવાની જેની જવાબદારી છે તેવા તમામ પ્રતિનિધિઓ, લોકસેવકો અને કર્મચારીઓ બધાને લાગુ પડે છે.
સમગ્ર દેશમાં શાસન અને શૂસાસનના ગીત ગવાય છે ત્યારે મોરબી સાથે જાણી જોઈને ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું હોય તેવા લાગી રહ્યું છે. મોરબીની આ પરિસ્થિતિને સાંસદ, ધારાસભ્ય, પ્રમુખો કે કોર્પોરેટરોને શું જોતી જ રહેવાની છે ? જાણે આ લોકોની કોઈ જવાબદારીઓ જ ન હોય એવા ડોળ કરીને પ્રજાના પ્રતિનિધિઓ જનતાને ઉઠા ભણાવી રહ્યા છે. આ મોરબીની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે નર્ક સમાન આ નગરીને કોઈ સાંભળનાર નથી અને તંત્રના અધિકારી હોઈ કે પાલિકાના અધિકારી હોઈ કોઈને કાં તો પ્રજાના કામ કરતા આવડતું નથી અને કાં તો કામ કરવું નથી જેને મજા આવે એમ કામ કરી રહ્યા છે. આ ઉપરાંત અંધેરી નગરી’ને ગંડુ રાજા જેવી સ્થિતિ કરવામાં પ્રજા એ પણ કોઈ કસર છોડી નથી ત્યારે ખરેખર જો મોરબીની જનતા જાગૃત બને અને માત્ર મારૂ નહીં સૌ નું સારું થાઈ તેવી ભાવનાથી જોડાઈ તો ચોક્કસ પણે સાચો વિકાસ થાય.

વાત કરીએ ખામીઓની તો, .મોરબી શહેર અને શહેરની આજુબાજુના ઘણા વિસ્તારોમાં કચરાના ગંજ ખડકાયા છે, જે રસ્તાઓ બની રહ્યા છે તેમાં ગુણવત્તાના દર બહુ જ ઓછા અને લાઈટો તો જાણે મનફાવે તેમ ઓપરેટ થતી હોય એવું લાગે છે. ઉપરાંત ટ્રાફિકને નડતર રૂપ પોલ હટાવવામાં અધિકારીઓ અસક્ષમ હોય તેવો ઘાટ સર્જાયો છે. સાથે ગટરોની સ્થિતિ પણ સમગ્ર વિશ્વમાં ક્યાંય ન હોય તેવું જોતા લાગે છે કે આ જવાબદાર વ્યક્તિઓ જુગાડ સિસ્ટમમાં માહેર હોઈ તેવી પરિસ્થિતિ છે પણ સૌથી સારું કામ જો થતું હોય તો તે છે જાહેરાતના આયોજન ! જેમ કે મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવા, કોઈ મોટા નેતા કે પદાધિકારીઓ .આવે તો રાતોરાત ખાડા બુરવા, દવાઓ છાંટવી સહિતના કામોમાં આ લોકો માહેર છે પણ દરેકનો સમય તો આવતો જ હોય છે. જનતા પાસે પણ એવું જ એક શસ્ત્ર છે જેને આપડે મતદાન કહીએ છીએ જો મતદાનનો ઉપયોગ યોગ્ય અને સાચી દિશામાં તથા સાચા સેવક તરફ થાય તો આ બધી સમસ્યાઓનો ઉકેલ આવી શકે તેમ છે.
જય હિંદ, રાષ્ટ્રહિત સર્વોપરી !
– મેહુલ ગઢવી, મોરબી (9978388383)




