કચ્છ -માળીયા હાઇવે પર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. કચ્છ માળિયા હાઇવે અકસ્માત ઝોન બન્યો હોય ત્યારે હાઇવે પર વધુ એક અકસ્માત એ બાઈક ચાલક નો ભોગ લીધો.
કચ્છ માળિયા હાઇવે પર આવેલ માધવ હોટલ નજીક ટ્રક ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાઈક ચાલકનું સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.