૨૫મી જૂનના રોજ મોરબી ખાતે શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહેશે
મોરબી : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સૌરાષ્ટ્રના પ્રવાસે છે. રાજ્યમંત્રી આજે ૨૧મી જૂનના રોજ સાંજે પાંચ વાગ્યે ગીર-સોમનાથ ખાતે જિલ્લા પંચાયતના અધિકારીઓ/પદાધિકારીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે.
૨૨મી જૂનના રોજ સવારે નવ વાગ્યે ગીર-સોમનાથ ખાતે સોમનાથ મહાદેવ મંદિરના દર્શનાર્થે જશે. સવારે દસ વાગ્યે લાઈવલી હુડ દ્વારા આયોજિત કેશ-ક્રેડિટ મેળાને પણ ખુલ્લો મૂકશે.
૨૩મી જૂનના રોજ જામનગર જિલ્લાના પીઠડ, બોડકા તેમજ જીરાગઢ ખાતે પ્રાથમિક શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહેશે. ૨૪મી જૂનના રોજ સવારે રાજકોટ જિલ્લાના ઉકરડા, દહીંસરડા (આજી) તેમજ ખાખરાબેલા ખાતે પ્રાથમિક શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહેશે. સાંજે પાંચ વાગ્યે દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત રિયલ એસ્ટેટ કોન્કલેવ અને એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહેશે.
૨૫ મી જૂનના રોજ સવારે આઠ વાગ્યે મોરબીના ઈન્દિરાનગર ખાતે, દસ વાગ્યે મહેન્દ્રનગર ખાતે તેમજ બાર વાગ્યે ઘુંટુ પ્રાથમિક શાળા પ્રવેશોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહેશે.