મોરબી : મોરબી માળીયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા ઘડીયા લગ્નની અનોખી પહેલ કરવામાં આવી છે તે અંતર્ગત કાંતિભાઈના નિવાસસ્થાને વધુ એક ઘડીયા લગ્ન યોજાયા હતા જેમાં પાટીદાર સમાજના નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.
મોરબીથી શરૂ થયેલ ઘડીયા લગ્નની પરંપરા યથાવત રાખવા મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસ સ્થાને સામાજિક સમરસતાના સંદેશ સાથે ઘડિયા લગ્ન માટે કાયમી મંડપ રોપવામાં આવ્યો છે જ્યાં ગઈકાલે પાટીદાર સમાજના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા હતા જેમાં ચિ. ગીતાબેન અરજણભાઈના શુભ લગ્ન ચિ. સિદ્ધાર્થભાઈ ભરતભાઈ જસાણી સાથે યોજાયા હતા. આ પ્રસંગે મોરબી ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જે.પી.જેસ્વાણી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં અને નવયુગલને નમો ઘડિયાળ આપી આશિર્વાદ આપ્યા હતા.