માળીયા મિંયાણામાં આવેલ કન્યા છાત્રાલયમાં વર્ષો પહેલાં બનાવેલ ભોંય ટાંકાનો છતનો ભાગ અચાનક ધરાશાયી થતાં છત ઉપર બેઠેલી સાતથી આઠ વિદ્યાર્થીનીઓ ટાંકામાં ખાબકી હતી જોકે સદનસીબે જાનહાની થઈ ન હતી.
માળીયા મિંયાણામાં આવેલ કન્યા શાળામાં આજે બપોરે રિશેષનો સમય હોય નાની વિદ્યાર્થીનીઓ શાળાના પટાંગણમાં આવેલા ભોંય ટાંકાની છત પર બેસી મધ્યાહન ભોજન કરતી હતી તે દરમિયાન અચાનક ભોંય ટાંકાનો છતનો ભાગ ધરાશાયી થતાં સાતથી આઠ વિધાર્થીનીઓ ભોંય ટાંકામાં પડી ગઈ હતી જોકે સદનસીબે જાનહાની થઈ ન હતી. આ બનાવને પગલે જિલ્લા શિક્ષણાધિકારી બી એમ સોલંકી અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

