સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનમાં 14.14 લાખનું અનુદાન આપતો ઉઘરેજા પરિવાર
મોરબી : ઘણા બધા લોકો જીવન જ એવું જીવતા હોય છે કે તેમના મૃત્યુ પછી પણ એના કર્મોની સુવાસ ફેલાતી હોય છે ત્યારે આવા જ એક સ્વજન સ્વ. મહેશભાઈ કેશવજીભાઈ ઉઘરેજા (ચંદન હાર્ડવેર) નું એક વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું.
સ્વ. મહેશભાઈને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે ઉઘરેજા પરિવારે કીર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજીને શહીદ પરિવારો તથા અનાથ દીકરીઓના અભ્યાસ માટે કાર્ય કરતાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અજય લોરીયાને 14 લાખ 14 હજાર જેટલી માતબર રકમ અર્જુનભાઈ મહેશભાઈ ઉઘરેજા સહિતના પરિવારજનોએ અર્પણ કરીને સ્વ. મહેશભાઈને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી.