Friday, May 2, 2025

હળવદ : ચોરી અને લૂંટફાટના વધતા બનાવો ને અટકાવવા જાહેર માર્ગો પર કેમેરા મૂકીને મોનીટરીંગ કરવા લોકમાંગ

Advertisement
Advertisement
Advertisement

હળવદમાં હાલ દિવસેને દિવસે ચોરી અને લૂંટફાટ ના બનાવો વધતા જાય છે ત્યારે હાલ ચોરી લૂંટફાટ કરતા તત્વો ખુબ ચાલાકીથી ચોરી કરે છે અને દિવસેને દિવસે ચોરીના બનાવોમા વધારો થયો છે ત્યારે તંત્ર મૌન બની બેઠુ છે હળવદ ના જાહેર માર્ગો પર કેમેરા સિસ્ટમ ની તાતી જરૂરિયાત છે જે જગ્યાએ કેમેરા છે તે બંધ હાલતમા છે ત્યારે હળવદ ત્રણ રસ્તા થી ધ્રાંગધ્રા દરવાજા સુધી લાઈટ તેમજ કેમેરાની જરૂરિયાત છે તેમજ ધ્રાંગધ્રા દરવાજા થી સરા ચોકડી તેમજ ઘનશ્યામ પુર રોડ થી રાણેકપર રોડ તેમજ હળવદ ની મેઈન બજારમાં સી સી ટીવી કેમેરા મુકવામાં આવે જેથી ગુનેગારો સુધી પહોંચવામાં સરડતા રહે એ માટે લોક માંગ વધી છે હાલ હળવદ ની મેઈન બજાર સાંકડી છે જેથી ત્યાં કેમેરા સિસ્તમથી મોનીટરીંગ કરવું પડે એમ હોય તો તંત્ર દ્વારા જલ્દીથી ચોરી લૂંટફાટ જેવા બનાવો ને અટકાવવા તંત્ર કોઈ કડક કાર્યવાહી કરે અને ગુનેગારો ને પકડવા પ્રયાસો કરે એવી લોકમાંગ ઉઠવા પામી છે

Related Articles

Total Website visit

1,502,634

TRENDING NOW