મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં 1971 માં ખેલાયેલા ભારત પાકિસ્તાન યુદ્ધમાં વીરતાપૂર્વક લડીને હળવદ તાલુકાના કોયબા ગામના વીર શહીદ વનરાજસિંહ હાલુભા ઝાલાએ દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી ત્યારે કોયબા ગ્રામ પંચાયત, હળવદવાસીઓ અને અજયસિંહ ઝાલા સહિતના પરીજનોની લાગણી અને માંગણીઓને ધ્યાને લઈને હળવદ હાઈવે વિસામો હોટલથી કોયબા રોડને વીર શહીદ વનરાજસિંહ હાલુભા ઝાલાનું નામ આપી નામકરણ કરવા અંગેનો ખાસ ઠરાવ જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં પસાર થતા હવે હળવદ હાઈવે પરની વિસામો હોટલથી કોયબા રોડને વીર શહીદ વનરાજસિંહના નામથી ઓળખવામાં આવશે.
(અહેવાલ : અમિતજી વિંધાણી, હળવદ)