Friday, May 2, 2025

મોરબી જીલ્લા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે

Advertisement
Advertisement
Advertisement

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બાબતે કલેકટર જે.બી પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

યોગ માટેના કાર્યક્રમો જિલ્લા, નગરપાલિકા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ યોજાશે

મોરબી : દર વર્ષે ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ‘માનવતા માટે યોગ’ ની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જે અન્વયે મોરબી જીલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેકટર જે.બી પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના યોગા દિવસના કાર્યક્રમને લગતી તમામ પૂર્વ તૈયારી કરવા કલેકટરે સલંગ્ન વિભાગોને સૂચન કર્યું હતું. આ ઉપરાંત આ કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, ઔદ્યોગિક સાહસિકો, નગરજનો તેમજ જિલ્લા તથા તાલુકા કક્ષાના તમામ અધિકારીઓ/કર્મચારીઓ આ કાર્યક્રમનો ભાગ બને તે બાબત પર તેમણે ભાર મૂકયો હતો.

‘માનવતા માટે યોગ’ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૨ ની ઉમંગ અને ઉત્સાહ સાથે રાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત ગુજરાતમાં પણ તેની રંગેચંગે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લાકક્ષા, તાલુકાકક્ષા, ગ્રામ્ય કક્ષા, વિવિધ વોર્ડ, શાળા-કોલેજ, અન્ય સંસ્થાઓ વગેરે તમામ કક્ષાએ યોગ દિવસના કાર્યક્રમો કરવામાં આવશે.

મોરબી જીલ્લા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. આ ઉપરાંત મોરબી તાલુકા કક્ષાનો કાર્યક્રમ મણિમંદીર ખાતે તેમજ વાંકાનેર તાલુકા કક્ષાનો કાર્યક્રમ રણજીત વિલાસ પેલેસ ખાતે યોજાશે અને હળવદ તેમજ માળિયા તાલુકા કક્ષાના કાર્યક્રમો જે તે તાલુકાના સ્થળે યોજાશે. જીલ્લા તેમજ તાલુકા કક્ષાના કાર્યક્રમ સાથે ગ્રામ્ય કક્ષાએ, શાળા-કોલેજમાં, તમામ આરોગ્ય કેન્દ્રોમાં, જેલ કેમ્પસમાં, તમામ પોલીસ સ્ટેશન વગેરે સ્થળોએ પણ યોગ દિવસનો કાર્યક્રમ યોજાશે.

યોગ દિવસની પૂર્વ તૈયારીની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મૂછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ તથા ઈશિતા મેર, નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ, પ્રાંત અધિકારીઓ ડી.એ.ઝાલા, એમ.એ. ઝાલા, એ.એમ.શેરસિયા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, મુખ્ય તબીબી અધિકારી કે. આર. સરડવા, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,694

TRENDING NOW