Saturday, May 3, 2025

મોરબી : દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ફાંસીની માંગ સાથે આવેદન

Advertisement
Advertisement
Advertisement

ગત તા. 12 ને રવિવારના રોજ કોડીનાર તાલુકામાં સમાજની ૮ વર્ષની દીકરી સાથે દુષ્કર્મનો શરમજનક બનાવ બન્યો હોય જે બનાવ મામલે મોરબી દશનામ યુવક મંડળ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે

મોરબી શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન આવેદન પાઠવવામાં આવ્યું છે કે ગત તા.12 ને રવિવારના રોજ કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો બન્યો હતો જેમાં દશનામ સમાજની 8 ર્ષની દીકરી પર દુષ્કર્મ આચરી હત્યા કરી મૃતદેહ કોથળામાં ભરીને ગામ બહાર ફેંકી દીધો હતો જે ઘટનામાં ગીર સોમનાથ જીલ્લા એસપી સહિતના અધિકારીઓએ સતર્કતા દાખવી આરોપી શામજી ભીમા સોલંકીને ઝડપી લીધો છે અને કાર્યવાહી શરુ કરી છે ત્યારે આવી ઘટના અવારનવાર બનતી રહે છે અને આવી ઘટનાઓને અટકાવવા નરાધમ આરોપીઓ વિરુદ્ધ કડક પગલા લેવા જરૂરી છે જેથી આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી સુરત ગ્રીષ્મા હત્યા કેસમાં જે રીતે નિર્ણય કરી આરોપીને ફાંસીની સજા મળી તે રીતે આરોપી શામજીને પણ ફાંસીની સજા થાય તેવી શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા માંગ કરવામાં આવી છે આ આવેદન આપતી વખતે શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ મોરબીના પ્રમુખ તેજસગીરી મગનગીરી, ઉપપ્રમુખ બળવંતગીરી દેવગીરી અને ટ્રસ્ટી નિતેષગીરી મનહરગીરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW