મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચુંટણી પૂર્વે સંગઠન વધુ મજબુત બનાવવાના હેતુથી ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં પ્રદેશના હોદેદારોની વરણીમાં મોરબીના અગ્રણીઓને સ્થાન મળ્યા છે.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લામાંથી સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી તરીકે શિવાજી ડાંગર, સ્ટેટ ટ્રેડ ઉપપ્રમુખ તરીકે ગીરીશભાઈ પેથાપરા અને મોરબી જીલ્લા પ્રમુખ તરીકે સંગઠનમા ઉત્તમ કામગીરી કરી, મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠનને એક મજબૂતીની ઉંચાઈએ લઇ જનાર યુવા પાટીદાર ઉધોગપતિ અને અનેક સંસ્થાઓ સાથે રહી લોકસેવાના કાર્યો કરતા વસંતભાઈ ગોરિયાને પ્રમુખ તરીકે રીપીટ કરવામાં આવતાં પાર્ટીના કાર્યકરોમાં ઉતસાહ જોવા મળી રહ્યો છે.