Thursday, May 1, 2025

હળવદ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો : ડ્રાઈવરની હાલત ગંભીર

Advertisement
Advertisement
Advertisement

હળવદ નજીક હાઈવે ઉપર ગઈકાલે મોડી સાંજે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થતા હળવદ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ હળવદ નજીક હાઈવે ઉપર કોયબા ગામના પાટીયા નજીક ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં એક ટ્રક જે પાઈપ ભરીને જતો હતો તે ટ્રકની કેબિનનો ભુક્કો બોલી ગયો હતો અને કેબીનમાં બેઠેલા ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચતા તેને હળવદની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

Related Articles

Total Website visit

1,502,625

TRENDING NOW