મોરબી તાલુકાના ઝીકિયારી ગામે આવેલ વાડીમાં બપોરના સમયે મજૂરો કામ કરતા હતા તે દરમિયાન અચાનક વીજળી પડતાં મજૂરી કામ કરતી મહિલાનું મોત નીપજ્યું હતું.
મોરબીના ઝીકિયારી ગામમાં રહેતાં જયસુખભાઈ રામજીભાઈ બાવરવાની વાડીએ જયસુખભાઈ અને મજુર બપોરના સમયે મજુરી કામ કરતા હતા તે દરમિયાન અચાનક કડાકા ભડાકા સાથે વર્ષાબેન કિશોરભાઈ અદગામા નામની મહિલા પર વીજળી પડી હતી. આ ઘટનામાં વર્ષાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા અને ઘટનાની જાણ થતાં મોરબી 108 ટીમના હનીફભાઈ દલવાની અને ઈએમટી દીપિકાબેન પરમાર ઘટના સ્થળે દોડી ગયા હતા જોકે મહિલાને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું.