કચ્છના ભુજ વિસ્તારના ઈલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાના પત્રકારોની એકતા અંતર્ગત વરણી કરવામાં આવી છે જેમાં પ્રજાહિત અને રાષ્ટ્રહિત પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરી ચોથી જાગીર તરીકે જાણીતા પવિત્ર પત્રકારત્વ ક્ષેત્રે પોતાના જીવને જોખમમાં રાખી સત્યને ઉજાગર કરવા ભષ્ટાચાર વિરુદ્ધ પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહેલા પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના કચ્છના પત્રકારો પત્રકાર એકતા પરિષદમાં જોડાયા છે.
તાજેતરમાં ગાંધીધામ ખાતે પત્રકાર હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પત્રકાર એકતા પરિષદના કચ્છ પત્રકાર પરિષદ અંતર્ગત કામગીરી સંપૂર્ણ માર્ગદર્શન બાદ સર્વાનુમતે લોકશાહી પદ્ધત્તિ એ સંગઠનની રચના કરવા ગૌરાંગભાઈને જવાબદારી સોંપવામાં આવી હતી.
આ સંગઠન સમગ્ર કચ્છના પત્રકારો તેમજ તેઓના પરિવારના હિતો, શૈક્ષણિક, આરોગ્ય જેવા વિવિધ ક્ષેત્રે મદદરૂપ થવા કાર્યરત રહેશે. ભુજની વિરામ હોટલ મધ્યે મળેલી બેઠકમાં કચ્છ પત્રકાર સંગઠનના જીલ્લા પ્રમુખ તરીકે હિતેશભાઈ સોની અને ખજાનચી તરીકે નવીનભાઈ મહેતાની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી હતી જ્યારે કોર કમિટીમાં ભરતસિંહ ચૌહાણ, ઈશ્વરભાઈ ગોસ્વામી, કે.ડી.જાડેજા અને પ્રતિક જોશીની નિમણુંક કરાઈ હતી. ઉપપ્રમુખ તરીકે બિમલભાઈ માંકડ, નવુભા સોઢા, રમેશભાઈ વીંઝોડા અને નિર્મલસીંહ જાડેજા, મહામંત્રી તરીકે નુર મામદ સમા, રમેશ ભાનુશાલી, સમીરભાઈ મહેશ્વરી અને રાજેશભાઇ ડી રાઠોડ, મંત્રી તરીકે અલી મામદ સમા અને લિયાકત અલી નોતીયાર, આઈ. ટી. સેલમાં કૈલાશદાન ગઢવી, નિલેશ મહેશ્વરી, ઈશ્વરગીરી ગોસ્વામી, કાસમ ખલીફા, જયેશભાઇ ભાનુશાલી અને કરણાભાઈ રબારી, સલાહકાર સમિતિમાં દાઉદભાઈ સમેજા, એ કે શેખ, નિતેશભાઈ ગોર, રાખીબેન અંજારીયા, અજિતદાન ગઢવી અને કે. ડી. જાડેજા, લીગલ સેલમાં રમેશભાઈ ગરવા અને જયમલસિંહ જાડેજાની વરણી કરવામાં આવી હતી અને જિલ્લાના અન્ય તમામ પત્રકારો બહોળી સંખ્યામાં કચ્છ પત્રકાર સંગઠન તરીકે જોડાયા હતા.
નિમાયેલા હોદ્દેદારો તથા તમામ સભ્યોએ સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવવા નેમ લીધી હતી. આગામી ટૂંક સમયમાં કચ્છ જિલ્લાના દસ તાલુકામાં પ્રવાસ ખેડી તાલુકા કક્ષાના સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે તેવું પ્રમુખની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
(અહેવાલ : મહેશ રાજગોર)