મોરબીમાંથી ખોવાયેલ આશરે એક લાખ જેટલી કિંમતના છ જેટલા મોબાઈલ શોધી કાઢીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૂળ માલિકને પરત કર્યા હતા.
મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જેથી મોરબી સીટી બી ડીવીઝન પીઆઈ પી એ દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસ ટીમના કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ઝાલાએ ખોવાયેલા મોબાઈલ શોધવા ટેકનીકલ વર્ક આઉટ કરી આશરે એક લાખની કિંમતના છ જેટલા મોબાઈલો શોધી કાઢીને એક સાથે મૂળ માલિકોને પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્રને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સાર્થક કર્યું છે.