મોરબી : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌ સંવર્ધન અને મોરબી જિલ્લાના પ્રભારીમંત્રી દેવાભાઈ માલમ આવતીકાલે તા. 10 ને શુક્રવારના રોજ મોરબી જીલ્લાના પ્રવાસે આવનાર છે. મંત્રીના કાર્યક્રમ અનુસાર આવતીકાલે તા. 10 ને શુક્રવારના રોજ સવારે 10 કલાકે એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડ મોરબી ખાતે કેન્દ્ર સરકારની 8 વર્ષની ઉપલબ્ધીઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસન અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.