Tuesday, May 6, 2025

મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વયં સેવક સન્માન સમારોહ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

ઉમિયા માનવસેવા ટ્રસ્ટ – મોરબી દ્વારા માનવ મંદિર, લજાઈ ખાતે નવા ટ્રસ્ટીઓ અને સંસાર રામાયણ જ્ઞાનયજ્ઞના સ્વયંસેવકોનો સન્માન સમારંભ યોજાયો.

ઉમિયા માનવસેવા ટ્રસ્ટ દ્વારા મોરબી ખાતે માનવ મંદિરના લાભાર્થે તા. 21 થી 31 મે સુધી અગિયાર દિવસની જ્ઞાન, દાન અને સન્માનની ત્રિવેણી જેવી સંસાર રામાયણ જ્ઞાનકથાનું આયોજન થયેલું. પૂ. સતશ્રીના વ્યાસપીઠે યોજાયેલી આ કથામાં દરરોજ નવ થી દશ હજાર જેટલા શ્રોતાજનો લાભ લેતા હતા.આ વિશાળ આયોજન સુચારુ રીતે પાર પાડવા માટે અઢીસો જેટલા સ્વયંસેવક ભાઈબહેનો સતત સેવારત રહ્યાં હતાં.


સ્વયંસેવકોના આ સેવાકાર્યનું સન્માન કરવા માનવમંદીર લજાઈ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બધાને પ્રમાણપત્ર, પૂ. સતશ્રીની છબી અને હૂંડી અર્પણ કરીને ટ્રસ્ટ પ્રમુખશ્રી પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા તેમજ મંત્રી પોપટભાઈ ગોઠીએ સન્માન્યા હતા.
તેમજ કથા દરમિયાન આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે જોડાયેલા 47 જેટલા નવા ટ્રસ્ટીઓનું ઉમિયામાતાના ખેસથી સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું. કથાસ્થળના યજમાન રવાપરના પૂર્વ સરપંચ ગોપાલભાઈ,જયસુખભાઈ અને રમેશભાઈ કાસુન્દ્રા બંધુઓને સન્માનવામાં આવ્યા હતા.
માનવમંદિરને ઇનોવા કાર અર્પણ કરવા બદલ ઉમિયા નવરાત્રી મંડળ વતી કાર્યકરો અનિલભાઈ વરમોરા અને એમની ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત નાનીમોટી ઉપયોગી સેવામાં રોકાયેલા દરેક કાર્યકરોની નોંધ લઈ, સન્માનિત કરાયા હતા. આ સન્માન કાર્યક્રમમાં સાડાચારસોથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી સિનિયર ટ્રસ્ટીઓ પૈકી લીંબાભાઈ મસોત, ગોપાલભાઈ કાસુન્દ્રા અને વિઠ્ઠલભાઈ પાંચોટીયા દ્વારા ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીશ્રીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,783

TRENDING NOW