વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સાત ઈસમોને સિટી પોલીસે રોકડ રૂ. 15,700 સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીને આધારે વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા જેશાભાઇ લક્ષ્મણભાઇ જોગરાણા (રહે. ભોમેશ્વર મંદીર પાસે, રાજકોટ), નરેન્દ્રભાઇ ગોકળભાઇ અંબાલીયા (રહે. મિલપ્લોટ નવજીવન સોસાયટી,વાંકાનેર), પાર્થભાઈ મુકુંદભાઈ રાવલ (રહે. એરપોર્ટ રોડ ગીતગુજરી સોસાયટી, રાજકોટ), આદમભાઇ ઉસ્માનભાઈ કટીયા (રહે. નવાપરા, વાંકાનેર), રણજીતભાઇ ભાવસીંગભાઈ જરીયા (રહે. વિજયપ્લોટ-૧૨ લોધાવાડ ચોક, રાજકોટ), કેતનભાઇ છગનભાઈ ગાંગડીયા (રહે. નવાપરા, ધર્મનગર સોસાયટી, વાંકાનેર) અને મહેશભાઇ છગનભાઈ ગમારા રહે. ભોમેશ્વર મેઈન રોડ, રાજકોટ) ને રોકડા રૂપિયા 15,700 સાથે ઝડપી પાડીને સાતેય આરોપીઓ વિરુધ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ કરી હતી.