Friday, May 2, 2025

મોરબીના વાવડી ગામે મામાના ઘરે ગયેલા પરિવારના મકાનમાં તસ્કરો ત્રાટક્યા

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લાના હળવદ પંથકને તસ્કરોએ ધમરોળ્યા બાદ હવે મોરબી તાલુકામાં પણ તસ્કરોએ ડગ માંડ્યા હોય તેમ ગુરુવારે રાત્રે મોરબીના વાવડી ગામે મામાના ઘરે ગયેલા પરિવારના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ રકમની ચોરી કરીને છુમંતર થઈ ગયા હતા.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વાવડી ગામે બજરંગ ગેટ અંદર આવેલ જયશક્તિ સોસાયટીમાં રહેતા અશોકભાઈ ટુંડિયાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અશોકભાઈ બે દિવસથી નારણકા ગામે પોતાના મામાના ઘરે ગયા હતા તે દરમિયાન મકાન બંધ હોવાના કારણે ગુરૂવારના રાત્રે તસ્કરોએ મકાનનું તાળું તોડી ઘરમાંથી નાની છોકરી માટે ગલ્લામાં એકત્રિત કરેલ આશરે રૂ. 8 થી 10 હજાર જેટલી રકમની ચોરી કરી હતી. આ બનાવ અંગે અશોકભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,694

TRENDING NOW