Saturday, May 3, 2025

મોરબીમાં કાલે શનિવારે આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપાનો કેમ્પ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી : કોરોના કે કોઈપણ બીમારી સામે લડવા અને બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક જીવનશૈલી દ્વારા 6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકો માટે તથા પ્રેગ્નેન્ટ લેડીઝ માટે વિનામૂલ્યે કશ્યપસંહિતામાં વર્ણવેલ 3 હજાર વર્ષ જૂના આયુર્વેદિક રસીકરણ મંત્રોષધી સુવર્ણપ્રાશન ટીપાના કેમ્પનું આયુર્વેદિક જીવન શૈલી મોરબી દ્વારા સંસ્કૃતિ આર્ય ગુરુકુળના સહયોગથી આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે 28મો કેમ્પ આવતીકાલે તા. 04 ને શનિવારે સોરઠીયા લુહાર જ્ઞાતિ વાડી, સ્વામિનારાયણ મંદિર ગેઈટવાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે સવારે 10:00 થી 12:30 અને સાંજે 4:30 થી 6:00 વાગ્યા સુધી યોજાશે.

કોઈપણ રોગ સામે લડવા માટે ઈમ્યુનિટીની જરૂર હોય છે. આ ટીપાથી બાળકોની ઈમ્યુનિટી વધે છે, પાચનતંત્ર સુધરે છે, યાદશક્તિમાં વધારો થાય છે, શારીરિક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે, તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન વગેરેથી બચાવે છે, ગુસ્સો તથા ચીડચીડિયાપણું ઓછું થાય છે, બાળક એક્ટિવ થાય છે. આ ડ્રોપ્સની કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી.

Related Articles

Total Website visit

1,502,727

TRENDING NOW