ટંકારા : ટંકારા તાલુકા ભાજપની ગઈકાલે ગુરુવારે તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપાના અધ્યક્ષસ્થાને કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, બાવનજીભાઈ મેતલીયા, રાઘવજીભાઇ ગડારા, ભગવાનભાઈ ભાગીયા, કિરીટભાઈ અંદરપા, મંજુલાબેન, રૂપસિંહ ઝાલા, ગણેશભાઈ નમેરા, નથુભાઈ કડીવાર, હરેશભાઈ ઘોડાસરા, પ્રભુલાલ કામરીયા તથા ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ, મંત્રી તથા તમામ મોરચાના પ્રમુખ, મહામંત્રી અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.


