Saturday, May 3, 2025

મોરબીના યુવાને BSF જવાનોને કૂલર વિતરણ કરીને પુત્રના જન્મદિવસની ઉજવણી કરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં અનેકવિધ કાર્યક્રમો થકી દેશભક્તિની પ્રબળ ભાવના ઉજાગર કરવા સતત સક્રિય રહેતા ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલના પુત્ર શિવાજીનો આજે 2 જૂનના રોજ જન્મદિવસ હોય જેથી જન્મદિવસ નિમિત્તે રાધેભાઈએ દેશભક્તિ પ્રેરિત કાર્ય કરી પ્રેરણાદાયી રીતે ઉજવણી કરી છે.

મુળ જામદુધઈ ગામના વતની અને હાલ મોરબી રહેતા ક્રાંતિકારી વિચારધારા ધરાવતા રાધેભાઈ પટેલના પુત્ર શિવાજીના જન્મદિવસ નિમિત્તે પંજાબની અસલાલ બોર્ડર ઉપર 43 થી 45 ડિગ્રી તાપમાનમાં ભારત દેશની રક્ષા કરતા BSFના જવાનોને કૂલર આપવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વીરતા વેલફેર ટ્રસ્ટ આયોજિત ફોજી વંદના કાર્યક્રમમાં ક્રાંતિકારી સેના દ્વારા દિવાળી પર્વ પર કચ્છ સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનોની મુલાકાત લઈ મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી તે વેળાએ બીએસએફને જે જરૂરી સુવિધા મળવી જોઈએ તે છે જ નહીં, પાણી પણ ત્યાં મળતું નથી તેના ઘણાં બધાં કારણો છે પણ તેના લીધે જવાનોને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી તેવું રાધેભાઈની સામે આવ્યું હતું ત્યારે 43 થી 45 ડિગ્રી તાપમાનમાં ભારત દેશની રક્ષા કરતા જવાનનોને કૂલર આપી પોતાની ફરજ પુરી પાડી હતી.

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW