Friday, May 2, 2025

માળીયાના બગસરા ગામે જર્જરિત આવાસના કાટમાળની હરરાજી કરવામાં આવશે

Advertisement
Advertisement
Advertisement

માળીયા : માળીયાના બગસરા ગામના સરપંચ તથા પંચાયતના તલાટી મંત્રી દ્વારા ગામમાં આવેલ જર્જરિત આવાસના કુલ ચાર રૂમ તથા લોબીના કાટમાળને હટાવવા માટે પંચાયતે ગત મે મહિનામાં સામાન્ય સભામાં મંજૂરી મેળવી હતી. આ કાટમાળની હરરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ હરરાજીમાં ભાગ લેવા ઈચ્છતા લોકોએ એક હજાર રૂપિયા ડીપોઝીટ ભરવાની રહેશે અને કાટમાળની અપસેટ રકમ રૂપિયા ૧૩૪૫ નક્કી કરવામાં આવી છે. આ હરરાજી આગામી તા. 07-06-2022 ના રોજ સવારે 11 વાગ્યે કરવામાં આવશે તેમજ આ કાટમાળ સાત દિવસ એટલે કે તા. 08-06-2022 થી તા. 14-06-2022 સુધીમાં કાટમાળ ખસેડવાનો રહેશે.

Related Articles

Total Website visit

1,502,634

TRENDING NOW