Friday, May 2, 2025

વિશ્વ હિન્દૂ પરિષદના મોરબી તથા વાંકાનેરના નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement

મોરબી : વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા જીલ્લા બેઠક યોજાઈ હતી જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા પ્રમુખ રમેશભાઈ પંડ્યા, સૌરાષ્ટ્ર પ્રાંત ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ પ્રવિણસિંહ કંચવા, વિહિપ મોરબી જિલ્લા સંત સંયોજક નિરંજન દાસ મહારાજ, વિહિપ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણી અને વિહિપ જિલ્લા મંત્રી કમલભાઈ દવેની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા, મોરબી નગર, મોરબી ગ્રામ્ય અને વાંકાનેરના નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી.

નવા હોદેદારોમાં મોરબી જિલ્લા અધિવક્તા પરિષદ વિધિનિધિ તરીકે એડવોકેટ મહિધરભાઈ એચ દવે, મહિલા વિભાગ સંયોજિકા તરીકે જયશ્રીબેન વાઘેલા, બજરંગ દળ સહ સંયોજક તરીકે મિલનભાઈ મેરજા અને ગૌ રક્ષક પ્રમુખ તરીકે જીગ્નેશભાઈ વિસાવડિયાની નિમણુંક કરવામાં આવી છે જયારે વિશ્વ હિન્દૂ પરિષદ મોરબી ગ્રામ્યના ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઈ મારવણીયા અને ગ્રામ્ય મંત્રી તરીકે મનોજભાઈ કાવરની વરણી કરવામાં આવી છે.

મોરબી નગર વિશ્વ હિન્દૂ પરિષદના ઉપપ્રમુખ તરીકે રાઘુભાઈ રવાભાઈ ડાંગર, વિહિપ મોરબી શહેર કોલેજીયન ઉપપ્રમુખ તરીકે લાખાભાઈ મગનભાઈ ડાંગર, પ્રચાર-પ્રસાર પ્રમુખ તરીકે દીપેશભાઈ ભાનુશાલી, બજરંગદળ બલોપાસના પ્રમુખ તરીકે નિલેશભાઈ ડાભી, અધિવક્તા પરિષદ (વિધિનિધિ) તરીકે એડવોકેટ પ્રતીકભાઈ ગોગરા અને ગૌરક્ષક ઉપપ્રમુખ તરીકે પ્રભાતસિંહ શુરસીહ સોલંકીની નિમણુંક કરવામાં આવી છે.

વાંકાનેર શહેર વિહિપ પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ તરીકે મયુરભાઈ જાદવ અને અનિલભાઈ કૂણપરા, બજરંગ દળ સંયોજક તરીકે દીપકભાઈ રાજગોર અને બજરંગ દળ સહસંયોજક તરીકે મેહુલભાઈ પનારાની નિમણુંક કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,695

TRENDING NOW