વાંકાનેર : વાંકાનેરના બસ સ્ટેશન પાસે જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડીને રોકડા રૂપિયા 12,100 કબ્જે કરી જુગારધારા હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીને આધારે દરોડો પાડી વાંકાનેરના બસ સ્ટેશન નજીક જાહેરમાં જુગાર રમતા ભરતભાઇ કાનજીભાઇ ખાંભલા, પ્રવિણભાઇ હંસરાજભાઇ કુણપરા, અશ્વિનભાઈ કેશુભાઈ સોલંકી અને ગુલાબભાઈ ગુમાનભાઈ બરેડીયાને ઝડપી લીધા હતા. આ દરોડામાં વાંકાનેર પોલીસે રોકડા રૂપિયા 12,100 કબ્જે કરીને ચારેય જુગારીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.