Friday, May 2, 2025

ઉછીના રૂપિયા પાછા નહીં આપનાર યુવકને ત્રણ ઈસમોએ ઢીબી નાખ્યો

Advertisement
Advertisement
Advertisement

હળવદ : હળવદના કૃષ્ણનગરમાં રહેતો યુવક હાથ ઉછીના લીધેલ રૂપિયા પાછા ન આપતો હોવાથી ત્રણ શખ્સોએ યુવકના ઘરે જઈને ધોકા અને પાઈપ વડે માર મારતા ભોગ બનનાર યુવકે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના કૃષ્ણનગરમાં રહેતા હસમુખભાઈ ખીમજીભાઇ ચાવડાએ આરોપી ધર્મેન્દ્રભાઈ ચમનભાઈ ગોઠી પાસેથી હાથ ઉછીના પૈસા લીધા હોય જે પરત આપવા મામલે ધર્મેન્દ્રભાઈ ચમનભાઈ ગોઠી, પંકજભાઈ ચમનભાઈ ગોઠી તથા મેરૂભાઈ કાળુભાઈ (રહે. ત્રણેય હળવદ) એ કૃષ્ણનગરમાં હસમુખભાઈના ઘરે જઈ હસમુખભાઈને લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે માર મારી માથાના ભાગે તથા પગના ભાગે ઈજા કરી તેના મમ્મી પપ્પાને ગાળો બોલી માર મારતા હસમુખભાઈએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદના આધારે હળવદ પોલીસે ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,634

TRENDING NOW